માળીયાના સંગાથ વૃદ્ધાશ્રમના વડીલોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી

- text


મોરબી : મોરબી જિલ્લામાં આજે બહેનો તેમજ સંસ્થાઓ દ્વારા રક્ષાબંધનની સેવામયની ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને સંતાનો જેની ઉપેક્ષા કરતા હોય એવા વૃદ્ધાશ્રમના વડીલોને પરિવાર જેવી હૂંફ આપી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર વિવિધલક્ષી ટ્રસ્ટ સંચાલિત માળીયા મિયાણાંના સંગાથ વૃદ્ધાશ્રમમાં બહેનોએ વડીલોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. તેમજ બહેનોએ પરિવાર જેવો જ સ્નેહ આપી વૃદ્ધાશ્રમના વડીલો અને માતાઓને કિંમતી ભેટ સોગાદ આપી હતી.

- text

- text