- text
ડાયાબિટીસ, બી.પી., ઘૂંટણના દુખાવા અને કેન્સરના દર્દીઓનું ફ્રી નિદાન કરાશે : રાહતદરે ફૂલ બોડી ચેક અપ થશે
મોરબી : લાયન્સ ક્લબ નજરબાગ પ્લસ – મોરબી દ્વારા તા.3 સપ્ટેમ્બરને રવિવારે સવારે 9:30થી 5:30 કલાકે નાગરિક બેંકની સામે આવેલ લોહાણા વિદ્યાર્થી ભવનમાં ફ્રી નિદાન કેમ્પ અને રાહતદરે ફૂલ બોડી ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
- text
જેમાં ડાયાબિટીસ, બી.પી., ઘૂંટણના દુખાવા સહિત અનેક રોગોનું નિઃશુલ્ક નિદાન કરાશે. આ સાથે કેન્સરના દર્દીઓ માટે ફ્રી નિદાન કરી આપવામાં આવશે. આ કેમ્પમાં ફુલ બોડી ચેકઅપ માત્ર રૂપિયા 499/-માં કરી આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટે જનકભાઈ હિરાણી મો.નં. 9898024653 તથા હિતેશભાઈ ભાવસાર મો.નં. 9825026800નો સંપર્ક કરવાનો રહેશે.
- text