વડીલોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરતી બી ડિવિઝનની સી ટિમ 

- text


સિનિયર સિટીઝનોના ઘરે તેમજ વૃદ્ધાશ્રમમાં જઈને 85 વડીલોના કાંડે રાખડી બાંધવામાં આવી

મોરબી : મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ.દેકાવાડીયાની રાહબરી હેઠળ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે મોરબી સીટી બી ડીવીઝન સી ટીમ દ્રારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સિનીયર સિટીઝનોના રહેણાંક મકાને જઇ તેમજ મોરબી શોભેશ્રવર રોડ ઉપર આવેલ કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ રાજકોટ સંચાલીત વૃધ્ધાશ્રમની મુલાકાત લઇ અને વૃધ્ધોની સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં 85 વડીલોને રાખડી બાંધી અને તેમની સાથે વાતચીત કરી વૃધ્ધોનું મન હળવું કરી તેઓના આશીર્વાદ મેળવી અને તેઓની સારસંભાળ બાબતે ચર્ચા કરી હતી. સામે વડીલોએ પણ મોરબી સીટી બી ડીવીઝન સી ટીમને આવકારી હતી અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ આ કામગીરીને બિરદાવી હતી. આ વેળાએ લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

આ ઉજવણીમાં મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. સી ટિમ/ પો.સ્ટાફ પો.કોન્સ. કિર્તીસિહ જાડેજા, પો.કોન્સ. મનોજભાઇ ગોખરૂ, પો.કોન્સ. દિનેશભાઇ ડાંગર, વુ.પો.કોન્સ. વનિતાબેન સીચાણદા, વુ.પો.કોન્સ. જનકબેન કાજારીયા અને વુ.પો.કોન્સ. પ્રભાબેન ઓળકીયા સહિતના જોડાયા હતા.

- text

- text