વાંકાનેરમાં લવજેહાદ જેવો કિસ્સો ! મુસ્લિમ શખ્સે હિન્દૂ નામ ધારણ કરી પરિણાતા ઉપર દુષ્કર્મ ગુજાર્યું

- text


ઇકો કારમાં અપડાઉન કરતી પરિણીતા સાથે રવિ ગઢવી નામ ધારણ કરી પ્રેમ સંબંધ કેળવી કેફી પદાર્થ પીવડાવી વાંધાજનક ફોટા પાડી લીધા

વાંકાનેર : વાંકાનેરના ભદ્ર સમાજની પરિણીતાને હિન્દૂ નામ ધારણ કરી પ્રેમજાળમાં ફસાવી ઇકો કારના ચાલકે ઘેની પદાર્થ પીવડાવી દુષ્કર્મ ગુજારતા લવ જેહાદ જેવા ચકાવનારા કિસ્સામાં વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

બનાવ અંગર જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરના ભદ્ર સમાજના પરિણીતા ઇકો કારમાં કામ સબબ રાજકોટ અપડાઉન કરતા હોય ઇકો કારના ચાલકે મુસ્લિમ હોવા છતાં હિન્દૂ નામ ધારણ કરી પરિણીતા સાથે સંબંધો કેળવી પ્રેમજાળમાં ફસાવી બાદમાં વિશ્વાસમાં લઈ કેફી ઘેની પદાર્થ પીવડાવી આપત્તીજનક ફોટો પાડી લઈ વારંવાર દુષ્કર્મ ગુજારતા આ મામલે પરિણીતાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ આ શખ્સ દ્વારા પરિણીતાના પતિ સહિતના પરિવારજનો વિરુદ્ધ મારામારી અને હુમલો કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી.

- text