આંગણવાડીમાંથી 11 પેટી ઈંગ્લીશ દારૂ ઝડપાયો !

- text


હળવદના માથક ગામે આંગણવાડીના બાથરૂમને તાળું મારેલું હોવાથી શંકા જતા સંચાલકે પોલીસને જાણ કરાતા બુટલેગરની આંગણવાડીમાં દારૂ છુપાવવાની મેલી મુરાદ બહાર આવી

હળવદ : હળવદના માથક ગામે પોલીસે આજે આંગણવાડીમાંથી 11 પેટી ઈંગ્લીશ દારૂ ઝડપી લીધો હતો. જો કે આજે સવારે આંગણવાડીમાં આવેલા સંચાલકને બાથરૂમમાં તાળું મારેલું જોવા મળતા તેમને શંકા જવાથી ગ્રામજનો અને પોલીસને જાણ કરતા બુટલેગરની આંગણવાડીમાં દારૂ છુપાવવાની મેલી મુરાદ બહાર આવી હતી.

- text

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના માથક ગામે ત્રણ જુદી જુદી આંગણવાડી આવેલી છે. ગામના ઝાપા પાસે આવેલી આંગણવાડીમાં આજે સવારે નિત્યક્રમ મુજબ સંચાલક આવ્યા હતા અને સંચાલકે જોયું તો આંગણવાડીના બાથરૂમને તાળું મારેલું હતું. આથી કોઈ દિવસ આંગડવાડીના બાથરૂમમાં તાળું મારતા ન હોય કોણે અને શું કામ તાળું માર્યું હશે એ વિચારથી તેમને શંકા ગઈ હતી. આથી આંગડવાડીના સંચાલકે આ બાબતની ગ્રામજનો અને હળવદ પોલીસને જાણ કરી હતી અને ગ્રામજનોએ આંગડવાડીના બાથરૂમનું તાળું તોડી અંદર ખોલીને જોતા 11 પેટી છુપાવેલો ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે પોલીસે કબજે કરી અજાણ્યા શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી છે. જો કે ઘટનામાં કોઈ બુટલેગરે આંગણવાડીમાં દારૂ છુપાવ્યાના ગોરખધંધા ખુલ્લા પડ્યા છે પણ આ દારૂ કોણ અને ક્યાં બુટલેગરે છુપાવ્યો એ અંગે પોલીસ ગહન તપાસ કરી રહી છે.

- text