મોરબીમાં ટ્રાફિક સમસ્યા નિવારવા એસપી રોડથી બાયપાસ સુધી ઓવરબ્રિજ બનાવવા માંગ

- text


ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશન દ્વારા રજુઆત

મોરબી : મોરબીમાં વકરી રહેલી ટ્રાફિક સમસ્યા હળવી કરવા એસપી રોડથી બાયપાસ સુધી ઓવર બ્રિજનું નિર્માણ કરવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના પ્રમુખ કાન્તિલાલ બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજુઆત કરતા માંગ ઉઠાવી છે કે, મોરબીની ટ્રાફિક સમસ્યા હલ કરવા સરદાર પટેલ રોડથી બાયપાસ સુધીનો ઓવેરબ્રીજ મંજુર કરી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરો.

વધુમાં જણાવાયું છે કે, મોરબી બાયપાસથી રફાળેશ્વર નેશનલ હાઇવેને જોડતો જે રોડ આવેલ છે તે રોડ પર મોરબીમાં બનાવામાં આવેલ એસ.પી. રોડથી બાયપાસ સુધી દરરોજ સવારે તેમજ સાંજે ટ્રાફિક થાય છે, અને લોકોને પોતાના નિર્ધારિત સ્થળે પહોચતા એક કલાક જેટલો વધારે સમય લાગે છે. સવારમાં સ્કુલે જતા બાળકો પોતાની સ્કુલે મોડા પહોચે છે. તો કોઈ બીમાર માણસ ને પણ હોસ્પિટલ પહોચતા વાર લાગે છે. આં સમસ્યાનું નિવારણ કરવું ખુબજ જરૂરી છે. જેથી આ સમસ્યાના ઉકેલ માટે તેમને સુચન તેમજ માંગણી કરતા જણાવ્યું કે, મોરબી બાયપાસથી એસ.પી. રોડ સુધીનો એક મોટો ઓવેર બ્રીજ બનાવવામાં આવે તો આ સમસ્યાનું નિવારણ કાયમી ધોરણે થશે.

- text

જો આ નિર્ણય કરવામાં આવશે તો મોરબીની જનતા માટે આ એક આર્શીર્વાદ દાયક નિર્ણય હશે તો આ બાબતે વહેલા સર યોગ્ય નિર્ણય કરી યોગ્ય કામગીરી કરવા જનરલ સેક્રેટરી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિરશન દ્વારા અંતમાં માંગ કરવામાં આવી હતી.

- text