હળવદના નવા ઈશનપુર ગામે છેલ્લા છ વર્ષથી ચાલતી અખંડ રામધૂન

- text


 

દર શ્રાવણ માસમાં 15 દિવસ ચાલે છે અખંડ રામધૂન તેની સાથે મહાપ્રસાદનું પણ કરાય છે આયોજન

હળવદ : હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે આવેલ સ્વયંભૂ શ્રી ઝિંઝુવાડીયા હનુમાનજી મંદિરે છેલ્લા છ વર્ષથી દર શ્રાવણ માસમાં સળંગ 15 દિવસ અખંડ રામધૂનનું આયોજન કરાય છે અહીં ચા-પાણી નાસ્તો અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવતું હોય છે.જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાય છે

ભગવાન શ્રી રામ પ્રત્યે હનુમાનજી દાદાની ભકિત વિશે આપણે સૌ જાણીએ છીએ ત્યારે નવા ઇસનપુર ગામે સ્વયંભૂ શ્રી ઝિંઝુવાડીયા હનુમાનજી મંદિરે સમસ્ત ગ્રામજનો દ્વારા અખંડ રામધૂનનું આયોજન કરાય છે.જેમાં આજુબાજુના ગામોના હરિભક્તો મોટી સંખ્યામાં હાજર રહે છે. અખંડ રામધૂનના 11 માં દિવસે હળવદની ભક્તિ વિદ્યાલયની બાળાઓએ રામધૂનમાં હાજરી આપી હતી.

વધુમાં ગામના વડીલોએ માહિતી આપતા જણાવ્યું હતું કે જ્યારે નવા ઇસનપુર ગામની સ્થાપના પણ નથી થઈ ત્યારે જુના ઇસનપુર ગામે રહેતા વશરામભાઈ ભગવાનભાઈ દલવાડી અહીં બળદ થી ખેતી કરતા હતા ત્યારે અહીં હનુમાનજી દાદા સ્વયંભૂ પ્રગટ થયેલા છે.ત્યારથી આ જમીન વશરામબાપાએ હનુમાનજીને આપી દીધી હતી સ્વયંભૂ શ્રી ઝિંઝુવાડીયા હનુમાનજી દાદા દરેક લોકોની મનોકામના પૂર્ણ કરે છે અને અહીં લોકોની આસ્થા પણ જોડાયેલી હોય જેથી દર શ્રાવણ માસમાં 15 દિવસ અખંડ રામધૂનની સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે.

- text

- text