હળવદ નજીક બે બહેનોને કચડી નાખનાર ટ્રેલર ચાલકને પોલીસે દબોચ્યો

- text


 

ટ્રેલર ચાલક અકસ્માત સર્જી પોતાને પણ ઇજા પહોંચતા મોરબી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો

હળવદ : હળવદના રણજીતગઢ પાટીયા પાસે હાઇવે રોડ ઉપર ટ્રેલરે બે બહેનોને કચડી નાખી 300 મીટર સુધી ધસડી જતા તેઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ બનાવમાં પોલીસે તુરંત ટ્રેલરચાલકને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ટ્રેલર રજી. નં. GJ-14-2-6400 ના ચાલકે પોતાના કબ્જાવાળુ ટેલર પૂરઝડપે અને બેફામ રીતે બેદરકારીથી સરેઆમ રસ્તા ઉપર ચલાવી રણજીતગઢના પાટીયા, બ્રાહ્મણી નદીની કેનાલ પાસે રોડની સાઇડમાં ઉભેલા હીરાભાઇ વિરભાઇ પરમાર તથા શર્મીલાબેન ઉ.વ.૧૫ તથા બીજુબેન ઉ.વ.૮ સાથે ભટકાડતા તેઓ ટ્રેલરના ટાયરમાં ફસાઇ જતા તેઓને આશરે ત્રણસોથી ચારસો મીટર આગળ ધસડી લઇ જઇ બ્રાહ્મણી નદીની કેનાલ ઉપર આવેલ પુલ સાથે ભટકાડી ટ્રેલર ઊંધું પાડી દીધું હતું.

આ અકસ્માતમાં હીરાભાઇ વીરજીભાઇ પરમારને માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેમજ શર્મીલા તથા બીજુબેનને માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા બંનેના મોત નિપજ્યા હતા આ કામના ફરીયાદી કાળુભાઇ નાથાભાઇ માગીયા રહે.મૂળ સાબરકાંઠા હાલ રહે.રણજીતગઢ હીરાભાઇ વિરજીભાઇ સતવારાની વાડીવાળાએ ફરીયાદ નોંધાવતા ટ્રેલર ચાલક વિરૂધ્ધમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી.

- text

આ કામનો આરોપી ટ્રેલર ચાલક અકસ્માત કરી મોરબી બાજુ ભાગી ગયેલ હોય અને પોલીસે તપાસ કરતા આરોપી સરકારી હોસ્પિટલ મોરબી ખાતે હોવાની માહીતી મળતા સીવીલ હોસ્પિટલ મોરબી ખાતે જઇ તપાસ કરતા આ કામનો આરોપી સારવાર હેઠળ હોય જેથી બે પોલીસ કર્મચારીઓને આરોપીની વોચમાં રાખી આરોપીને સારવારમાંથી રજા આપતા આ કામના આરોપી કહેરસિંગ હરદયાલસિંગ ઉ.વ.૨૪ ધંધો. ડ્રાઇવિંગ રહે. પંજાબવાળાને હળવદ પોલીસ સ્ટેશન ખાતે લાવી ધોરણસર અટક કરવામાં આવેલ છે. હાલ આ ગુનાની તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે.એન. જેઠવા સંભાળી રહેલ છે.

- text