મોરબીમાં સાત મિત્રો ચંદ્રયાન -3ની સફળતા માટે કરશે પદયાત્રા

- text


કાલે બુધવારે સાંજે વર્ધમાન એપાર્ટમેન્ટથી શક્ત શનાળા શક્તિ માતાજીના મંદિરે જઇ પ્રાર્થના કરશે

મોરબી : ચંદ્રયાન-3 હાલ સફળતાની નજીક પહોંચ્યું છે. ત્યારે મોરબીના સાત મિત્રોનું મિત્ર મંડળ ચંદ્રયાન-3ની સફળતા માટે કાલે બુધવારે શક્ત શનાળા સુધી પદયાત્રા કરીને શક્તિ માતાજીને પ્રાર્થના કરવાના છે.

ઇસરોના જણાવ્યા પ્રમાણે, ચંદ્રયાન-3ના લેન્ડરને નિયત સમયે, એટલે કે આવતીકાલે એટલે કે 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે જ 25 કિલોમીટરની ઊંચાઈથી લેન્ડ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. એમાં 15થી 17 મિનિટ થશે. આ સમયગાળો ’15 મિનિટ ઓફ ટેરર’ એટલે કે ‘ભયની 15 મિનિટ્સ’ કહેવાય છે. જો ભારતનું ચંદ્રયાન-3 મિશન સફળ થશે તો એ ચંદ્રના સાઉથ પોલ પર ઊતરનાર પ્રથમ દેશ બની જશે.

આ મિશન સફળ બને તેવી રાષ્ટ્રભાવના સાથે મોરબીના સાત મિત્રોનું મિત્ર મંડળ કાલે બુધવારે સાંજે 5:30 કલાકે કેનાલ રોડ ઉપર આવેલ વર્ધમાન એપાર્ટમેન્ટથી શક્ત શનાળામાં શક્તિ માતાજીના મંદિર સુધી પદયાત્રા યોજવાના છે. આ પદયાત્રાના આયોજક ભરતભાઇ ભાલોડીયા જણાવે છે કે તેઓ 45 વર્ષથી આરએસએસના સ્વયંસેવક છે. રાષ્ટ્રભાવનાથી આ પદયાત્રા યોજી રહ્યા છે. જો આ મિશન સફળ થાય છે તો દેશનું નામ વિશ્વભરમાં ગુંજવાનું છે.

- text

- text