મોરબી જિલ્લાના સરકારી કર્મચારીઓએ પડતર પ્રશ્નો અંગે ધારાસભ્ય – સાંસદોને આવેદન પાઠવ્યા

- text


અગાઉ સરકાર સાથે થયેલ સમાધાન મુજબના ઠરાવો ન થતા આવેદન અપાયા

મોરબી : મોરબી જિલ્લાના સરકારી કર્મચારીઓની માંગણીઓ બાબતે ધારાસભ્ય અને સાંસદોને આવેદનો આપવામાં આવ્યા છે. જો કે આ પડતર પ્રશ્નો માટે અગાઉ સરકાર સાથે થયેલ સમાધાન મુજબના ઠરાવો ન થતા આવેદન અપાયા છે અને તેમના પડતર પ્રશ્નો ઉકેલવા માટે સરકારને સામાધાનની વાત યાદ કરાવવા જણાવાયું છે.

મોરબી જિલ્લાના સરકારી કર્મચારીઓની માંગણીઓ બાબતે સરકાર દ્વારા પ્રશ્નોના ઉકેલ માટે પાંચ મંત્રીશ્રીઓની કમિટી બનાવી પડતર પ્રશ્નોના હકારાત્મક નિરાકરણ માટે ગત તા.૧૬/૦૯/૨૦૨૨ ના રોજ મીટીંગનુ આયોજન કરાયું હતું જે પૈકી સરકાર દ્વારા હકારાત્મક નિરાકરણ સધાયેલ પ્રશ્નો જેવા કે, તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલા ભરતી થયેલ કર્મચારીઓ હાલ નવી પેન્શન યોજનામાં છે તેમને થયેલ સમાધાન મુજબ જૂની પેન્શન યોજનામાં સમાવવા, તા.૦૧/૦૪/૨૦૦૫ પછી ભરતી થયેલ કર્મચારીઓને સમાધાન મુજબ હાલમાં કાર્યરત એન.પી.એસ. યોજનામાં કેન્દ્રના ધોરણે સરકારશ્રી દ્વારા ૧૦% ને બદલે ૧૪% ફાળો ઉમેરવા, માંગણી મુજબ ૪૫ વર્ષની મર્યાદા બાદ કર્મચારીને પરીક્ષામાંથી મુક્તિ આપવી અને લાભ આપવા બાબત, આ બાબતે જે પરીક્ષા ન લેવાઈ હોય તેવા કિસ્સામાં ઉ.પ.ધો. નો લાભ કેસ ટુ કેસ નિર્ણય કરવા આવશે તેમ સમાધાનમાં નક્કી થયેલ હતું

- text

સમાધાન મુજબ થયેલ સાતમા પગારપંચ, ખાતાકીય/પૂર્વસેવા પરીક્ષા નિયમોમાં થયેલ સુધારાનું પાલન ઠરાવ તારીખ થી કરવા, ૧૦-૨૦-૩૦, મૃત્યુ સહાય,ફિક્સ પગારની સેવા સળંગ ગણવા જેવા ઠરાવોમાં વિસંગતતા દૂર કરવા વગેરે બાબતે સરકાર સાથે થયેલ સમાધાન મુજબના ઠરાવો આજ દિન સુધી ન થતા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના મોરબી જિલ્લા પ્રમુખ દિવ્યારાજસિંહ ડી.જાડેજા, મહામંત્રી કે.ડી.બાલસરા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ એસ.દેથરીયા, મહામંત્રી દિનેશભાઈ આર.હુંબલ, સિનિયર કાર્યાધ્યક્ષ નરેન્દ્રભાઈ એસ.કાલરીયા, સિનિયર ઉપપ્રમુખ અજયભાઈ એમ.ડાંગર, સિનિયર મંત્રી મહેન્દ્રસિંહ એફ.ઝાલા, હળવદ તાલકા પ્રમુખ પ્રફુલભાઈ નાયકપરા, મહામંત્રી ચતુરભાઈ પાટડિયા, ટંકારા તાલુકા પ્રમુખ કલ્પેશકુમાર ફેફર. મહામંત્રી વિરમભાઈ દેસાઈ, મોરબી ગ્રામ્ય પ્રમુખ હિરેન કુંડારીયા, મહામંત્રી કાનજી રાઠોડ, વાંકાનેર તાલુકા પ્રમુખ યુવરાજસિંહ વાળા, મહામંત્રી આબિદઅલી કોવડીયા, મોરબી શહેર પ્રમુખ દેવાયતભાઈ હેરભા. મહામંત્રી ચમનભાઈ ડાભી, માળિયા મી. તાલુકા પ્રમુખ દિનેશભાઈ હુંબલ, મહામંત્રી હસમુખભાઈ વરસડા તથા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સાથે જોડાયેલ અને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના અન્ય હોદેદારો તથા કર્મચારીઓ દ્વારા સરકારી કર્મચારીઓ તેમજ શિક્ષકો વતી અધિક કલેકટર મૂછાર, મોરબી-માળીયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેમજ રાજકોટ સંસદસભ્ય મોહનભાઈ કુંડારિયા તથા રાજ્યસભા સદસ્ય કેસરીદેવસિંહજી ઝાલાને તા.૧૯/૮/૨૦૨૩ના રોજ સરકારને સમાધાનની યાદ અપાવવા માટે આવેદનપત્રો આપવામાં આવ્યા હતા.

- text