મોરબીના લાલપરમાં ટાઇલ્સના ગોડાઉનમાં જુગારધામ ઝડપાયું

- text


સયાજી હોટલ પાસે ESC ડેકોરેટીવ નામના ગોડાઉનમાં જુગાર રમતા 6 શખ્સને એલસીબીએ પકડી પાડયા

મોરબી : મોરબી એલસીબી ટીમે લાલપર ગામની સીમમાં આવેલ હોટલ સયાજી નજીક ટાઇલ્સના ગોડાઉનમાં દરોડો પાડી જુગારધામમાં જુગારની મજા માણી રહેલા છ આરોપીઓને 3.23 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, આરોપી કુલદીપભાઇ વિનોદભાઇ પટેલ રહે. બગથળા તા.જી.મોરબી વાળો લાલપર ગામની સીમમાં સયાજી હોટલ સામે ઇ.એસ.સી. ડેકોરેટીવ નામનુ ગોડાઉન ભાડે રાખી ગોડાઉનના સેડમાં ટાઇલ્સના બોકસની આડસ કરી બહારથી માણસો બોલાવી તીન પતીનો જુગાર રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડતા આરોપી કુલદીપભાઇ વિનોદભાઇ મેરજા, ભગીરથસિંહ ગજુભા પરમાર, મૌલીકભાઇ ધનશ્યામભાઇ ઉભડીયા, સુરૂભા વિક્રમસિંહ સોલંકી, શૈલેષભાઇ મનુભાઇ ડાંગર અને પ્રવિણભાઇ રામભાઇ ડાંગર નામના આરોપીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપિયા 2,93,900 અને 6 મોબાઈલ કિંમત રૂપિયા 30 હજાર મળી કુલ રૂપિયા 3, 23,900નો મુદ્દામાલ કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

આ સફળ કામગીરી એલસીબી પીઆઇ

ડી.એમ.ઢોલ, પીએસઆઇ એન.એચ.ચુડાસમા, કે.એચ.ભોચીયા, એ.ડી.જાડેજા અને પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ દ્વારા કરવામાં આવી હતી.

- text