મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયા

- text


મોરબી : મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નિવૃત પ્રોફેસરોને વિદાયમાન સાથે ઉચ્ચ ગુણાંક મેળવનાર વિદ્યાર્થીના સન્માન ઉપરાંત મોરબીના અગ્રણી તબીબ અને લેખક એવા ડોક્ટર સતિષભાઇ પટેલની મોટીવેશનલ ટોક યોજાઈ હતી.

પી.જી.પટેલ કોલેજના વરિષ્ઠ પ્રાધ્યાપકો કે જેઓએ વયનિવૃત્તિ પછી પણ કોલેજમાં 15 વર્ષથી વધુ શિક્ષણ કાર્યમાં સેવા આપી છે અને જેમની પાસે મોરબીની ત્રણ ત્રણ પેઢીઓએ અભ્યાસ કરેલો છે તેવા પ્રોફેસર જિંનદાસ ગાંઘી અને પ્રોફેસર અવચરભાઈ ગોધાણીનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે – સાથે જે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કક્ષાએ 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલા હોય તેવા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં તમામ તેજસ્વી વિદ્યાર્થીઓનું શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આજના યુવાનો માટે મોરબીના અગ્રણી તબીબ અને લેખક એવા ડોક્ટર સતિષભાઇ પટેલની મોટીવેશનલ ટોક યોજાઈ હતી. આ સમગ્ર ત્રિવિધ કાર્યક્રમમાં પી. જી. પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, સંસ્થાના આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ, વરિષ્ઠ પ્રાધ્યાપક અનિલભાઈ કંસારા તેમજ કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text