હળવદના બે પોલીસ કર્મી સહિત 6ની બદલી 

- text


હળવદના બુટલેગરની ઓડિયો કલીપ વાયરલ થવાને પગલે હળવદના બે પોલીસમેનની બદલીની ચર્ચા 

મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા ગઈકાલે જિલ્લાના છ પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે જેમાં આ બદલી હુકમ અન્વયે હળવદ,પોલીસ હેડ ક્વાર્ટર અને ટંકારા પોલીસમથકમાં ફરજ બજાવતા છ પોલીસકર્મીઓની બદલીઓ કરાઇ છે, જોગાનુજોગ હળવદના બુટલેગર અને પીએસઆઇ વચ્ચે વાતચીતમાં જે પોલીસ કર્મચારીના નામ લેવામાં આવ્યા હતા તેમની આ બદલી હુકમ અન્વયે બદલી થતા અનેકવિધ ચર્ચાઓ જાગી છે.

મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા છ પોલીસ કર્મીઓની આંતરિક બદલીઓ કરવા આદેશ કરાયો છે જે અન્વયે પોલીસ હેડ ક્વાટર્સમાં ફરજ બજાવતા હિતેષભાઇ મહાદેવભાઈ સાપરાને હળવદ ખાતે, હળવદ ખાતે ફરજ બજાવતા જગદીશભાઈ મુળજીભાઈ મકવાણાને મોરબી તાલુકા પોલીસ મથકમાં, પોલીસ હેડ ક્વાટર્સમાં ફરજ બજાવતા આરતીબેન દેત્રોજાને મહિલા પોલીસ મથકમાં, ટંકારા પોલીસ મથકના ખાલિદખાન કુરેશીને પોલીસ હેડક્વાટર્સ ખાતે તેમજ હળવદના બુટલેગરની ઓડિયો ક્લિપમાં જેમના નામ ચર્ચામાં હતા તેવા હળવદ પોલીસ મથકના રવિરાજસિંહ ઝાલા અને અરવિંદભાઈ ઓળકીયાની પોલીસ હેડ ક્વાટર્સ મોરબી ખાતે બદલી કરવામાં આવી હતી.

- text

- text