ધારાસભ્ય કાંતિલાલ રાજસ્થાનના ચૂંટણી પ્રવાસે 

- text


ભાજપાએ તમામ ધારાસભ્યોને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિજય વાવટા ફરકાવવા જવાબદારી સોંપી 

મોરબી : આગામી સમયમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી આવી રહી હોય ગુજરાત ભાજપ સંગઠન દ્વારા ગુજરાતના ધારાસભ્યોને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિજય વાવટા ફરકાવવા જવાબદારી સોંપી હોય ધારાસભ્ય કાંતિલાલને રાજસ્થાનની જવાબદારી સોંપવામાં આવતા કાંતિલાલ અમૃતિયા જયપુર રાજસ્થાન ખાતે પહોંચી ગયા છે જ્યાં આવતીકાલે સવારે યોજાનાર પાર્ટીની બેઠકમાં તેઓ હાજર રહેનાર છે.

રાજસ્થાન અને મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું હોવાથી રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપને જવાબદારી સોંપવામાં આવી હોય પ્રદેશ દ્વારા તમામ ધારાસભ્યોને રાજસ્થાન અને મધ્યપ્રદેશની જુદીજુદી બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે, જે અન્વયે મોરબીના ધારાસભ્યને રાજસ્થાનની જવાબદારી સોંપવામાં આવતા તેઓ જયપુર ખાતે પહોંચી ગયા છે અને આવતીકાલે યોજનાર પાર્ટી બેઠકમાં હાજરી આપનાર હોવાનું જાણવા મળે છે.

- text

- text