ઘુંટુ નજીક પેપરમીલમાં પ્લાસ્ટિકનો કચરો સળગાવા મુદ્દે પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં ફરિયાદ

- text


મોરબી : મોરબીના ઘુંટુ નજીક આવેલ પેપરમીલમાં પ્લાસ્ટિક વેસ્ટ સળગાવવામાં આવતા ગ્રામજનોના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા હોવાનું તેમજ ગ્રામજનોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોવાની રજુઆત વિવેકાનંદ યુવા સમિતિ ઘુંટુ દ્વારા પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ચેરમેનને રજુઆત કરવામાં આવી છે. બીજી તરફ પેપરમીલના સંચાલકો દ્વારા આ ફરિયાદ બાબતે સંબધિત વિભાગમાં તેમના તરફથી પણ જરૂરી જવાબો રજૂ કર્યાનો ખુલાસો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામની વિવેકાનંદ યુવા સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ચેરમેનને રજુઆત કરી જણાવ્યું છે કે, ઘુંટુ ગામે આવેલ રોલ્ટાસ પેપરમીલ દ્વારા બોઇલરમાં પ્લાસ્ટિક વેસ્ટ બાળવામાં આવે છે જેને કારણે ખાસ કરીને રાત્રીના સમયે ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાનું અને આરોગ્ય સાથે ખીલવાડ થઇ રહ્યો હોવાનો આરોપ રજુઆતમાં લગાવવામાં આવ્યો છે.

બીજી તરફ આ બાબતે રોલ્ટાસ પેપરમીલ એલએલપીના માલિક વિરાટભાઈએ જણાવ્યું હતું કે, ફેકટરીમાં તમામ કામગીરી નિયમ મુજબ થઇ રહી છે. તેમજ અમારા વિરૂધ્ધની ફરિયાદ બાબતે સંબધિત વિભાગમાં તેમના તરફથી પણ જરૂરી જવાબો રજૂ કર્યાનો ખુલાસો કર્યો હતો.

- text

- text