મોરબી તાલુકા શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષનું કલેક્ટરના હસ્તે બેસ્ટ BLO તરીકે સન્માન

- text


મોરબી : મોરબી તાલુકા શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ સંદીપભાઈ લોરીયાનું બેસ્ટ બીએલઓ તરીકે મોરબીના કલેક્ટર જી.ટી. પંડ્યા દ્વારા સન્માન કરવામાં આવ્યું છે.

શૈક્ષિક મહાસંઘના તમામ કાર્યકર્તાઓ પોતાની ફરજ સાથે ચૂંટણીની પ્રત્યક્ષ કામગીરી હોય કે બીએલઓ તરીકેની મતદારોના નામ કમી કરવા, નવા એડ કરવા, શિફ્ટટિંગ કરવા ડોર ટુ ડોર રાષ્ટ્રીય મતદાર સર્વે માટેની કામગીરી હોય ક્યારેય પાછી પાની નથી કરતા. સરકારના વહીવટી તંત્ર દ્વારા જે પણ કામગીરી સોંપવામાં આવે તે પુરેપુરા ખંતથી અને નિષ્ઠાપૂર્વક કરે છે એ અન્વયે મોરબીના તાલુકાના અધ્યક્ષ સંદીપભાઈ લોરીયાએ બી.એલ.ઓ.તરીકે એમના બુથમાં 1456 જેટલા મતદારો આવતા હોય ,હાલ ડોર ટુ ડોર કામગીરીમાં 151 જેટલા ફોર્મ નંબર 6, 7 અને 8 ભરીને ઓનલાઈન કરેલ છે. એવી જ રીતે ગત એપ્રિલ માસમાં 450 જેટલા ફોર્મ ભરીને 100% કામગીરી કરવા બદલ 77મા સ્વતંત્ર્ય દિન પર્વે કલેકટર જી.ટી.પંડ્યાએ સંદીપભાઈ લોરીયાનું સન્માન કર્યું હતું. ત્યારે બેસ્ટ બી.એલ.ઓ. તરીકે સન્માન પ્રાપ્ત કરવા બદલ એમના મિત્ર મંડળ અને શિક્ષકો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

- text

- text