મોરબીના જેતપર ગામે ઉછીના પૈસા પરત માંગતા ચાર શખ્સોનો યુવાન ઉપર હુમલો

- text


મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે ઉછીના આપેલા પૈસા આરોપી પાસે પરત માંગનાર યુવાન સહિત બે લોકો ઉપર ચાર શખ્સોએ હુમલો કરતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે કોળીવાસમાં રહેતા સંજયભાઇ ગોકળભાઇ હમીરપરાએ લાલો જેશીંગ ગણેશીયા નામના આરોપીને હાથ ઉછીના પૈસા આપ્યા હોય જે પરત માંગતા આરોપી વિષ્ણુ જેશીંગ ગણેશીયા કોળ, ભુપત જેશીંગ ગણેશીયા કોળી,લાલો જેશીંગ, ગણેશીયા કોળી અને સુરેશ દલા ગણેશીયાએ સંજયભાઈ ઉપર હુમલો કરતા વચ્ચે છોડાવવા પડેલ હરદાસભાઇ હમીરપરાને આરોપીઓએ લાકડી, પાઇપ વડે ઈજાઓ પહોંચાડતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

- text