મોરબીમાં મોટરસાયકલ ચોરીનો આરોપી ઝડપાયો

- text


મોરબી : મોરબી શહેરમા બાઇક ચોરીના બનાવમાં એ ડિવિઝન પોલીસ સ્ટાફે સી.સી.ટીવી.કેમેરા તેમજ બનાવ સ્થળના આસપાસના કેમેરા તેમજ હયુમન સોર્સીસથી બાતમીદારો આધારે ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબી સીટીમાં તા.૨૧/૧/૨૦૨૩ ના રોજ મોરબી નાની કેનાલ રોડ ઉપરથી આરોપી વિક્રમસિંહ જીવુભા ઝાલા (ઉ.વ.૪૦ રહે.પંચાસર તા.મોરબી)એ બાઇકની ચોરી કરેલ હોય જેથી આરોપીને વિશ્વાસમા લઇ યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા તેને મોટરસાયકલની ચોરી કરેલ હોવાની કબુલાત આપતા હોય તેમજ સી.સી.ટી.વી ફુટેજમા આરોપી જોવામા આવતો હોય જેથી તેને અટક કરી મોટરસાયકલ ચોરી કરી કયા છુપાવેલ તે બાબતે વધુ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- text

- text