મોરબીના 6 મિત્રોએ કાર મારફતે કરી 12 જ્યોતિર્લિંગની અખંડ યાત્રા

- text


જાણીતા ટુર ઓપરેટર દિવ્યેશભાઈ ગઢવી સહિતના મિત્રોએ 21 દિવસમાં 11 હજાર કિલોમીટરની યાત્રા કરી

મોરબી : મોરબીના જાણીતા ટુર ઓપરેટર દિવ્યેશભાઈ ગઢવીએ તેમના સહિત છ મિત્રો સાથે 12 જ્યોતિર્લિંગની યાત્રા સફળ રીતે પૂર્ણ કરી છે. જેઓએ બે કાર મારફત માત્ર 21 દિવસમાં 11 હજાર કિલોમીટરની યાત્રા કરી છે. જે બદલ તેઓને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે.

મોરબીના બારસન ટૂર એન્ડ ટ્રાવેલ્સના દિવ્યેશભાઈ ગઢવીએ તેમના મિત્રો નિલેશભાઈ આચાર્ય, અમૃતલાલ ફુલતરીયા, હરેશભાઈ દવે, ભરતસિંહ પરમાર તથા કુલદીપ વ્યાસ વગેરેએ કાર મારફતે 21 દિવસમાં 11,000 કીમીની યાત્રા સંપન્ન કરી છે. યાત્રા મોરબીથી શરૂ કરી હરિદ્વાર, હરિદ્વાર થી તુંગનાથ, તુંગનાથથી ત્રિયુગીનારાયણ, ત્રિયુગીથી કેદારનાથ, કેદારનાથ દર્શન, કેદારનાથથી સાનેલી બોર્ડર નેપાળ, ભેરવા નેપાળથી કાઠમાંડુ, પસુપતિનાથ દર્શન, કઠમડુથી જસીધી બિહાર, અયોધ્યા દર્શન, બેધનાથ દર્શન, જસીધીથી વારાણસી, ગયા દર્શન, કાસી વિશ્વનાથ દર્શન, વારાણસીથી ઉજ્જૈન, મહાકાલેશ્વર દરશન, ઉજજૈનથી ઓમકારેશ્વર, ઓમકારેશ્વર દર્શન, મમલેશ્વર દર્શન ઓમકારેશ્વરથી ધુસ્મેશ્વર, ધુસ્મેશ્વર દર્શન, ધુસ્મેશ્વરથી ઓઢા નાગનાથ, નાગનાથ દર્શન, નાગનાથથી પરલિયા બેધનાથ, પરલિયા બેધનાથ દર્શન, પરલિયાથી શ્રી સેલમ, માલિકાર્જૂન દર્શન, શ્રીસેલમથી રામેશ્વર, રામેશ્વર દર્શન, રામેશ્વરથી આદિયોગી, આદિયોગી દર્શન, આદિયોગીથી ભીમાશંકર, ભીમાશંકર દર્શન, મીનાક્ષીદેવી શકતીપીઠ, મદુરાઇ, ભીમાશંકરથી ત્રંબકેસ્વર, ત્રંબકેશ્વર દર્શન, ત્રંબકેસ્વરથી સોમનાથ, સોમનાથ દર્શન, સોમનાથથી દ્વારકા, દ્વારકા દર્શન, ભીમરાડા મોગલમાં દર્શન, નાગેશ્વર દર્શન કરી દ્વારકાથી મોરબી પરત ફર્યા છે. જેમાં 12 જ્યોતિર્લિંગ, 2 શક્તિપીઠ, અયોધ્યા, ગયા, આદિયોગી મદુરાઈ, દ્વારકા વગેરે મહત્વના તીર્થસ્થાનોના પણ દર્શન કર્યા છે.

- text

- text