વેલડન ! એક્સપોર્ટ બિઝનેશમાં સિરામિક ઉદ્યોગની છલાંગ, 4 મહિનામાં રૂ.6468 કરોડનું એક્સપોર્ટ

- text


સ્થાનિક માર્કેટમાં મંદીને ટાટા બાયબાય…. સાથે ધીમી ગતિએ ખરીદી નીકળી : સિરામીક ઉદ્યોગને રાહત 

મોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામિક ઉદ્યોગે એક્સપોર્ટમાં ફરી ડંકો વગાડ્યો છે. છેલ્લા ચાર મહિનામાં જ મોરબીના સિરામિક એક્સપોર્ટેરોએ જાજુ નહિ તો થોડું અંદાજે 6468 કરોડ રૂપિયાની સિરામિક ટાઇલ્સ સહિતની પ્રોડક્ટને એક્સપોર્ટ કરી સરકારની તિજોરીને વિદેશી હૂંડિયામણ કમાઈ આપ્યું છે.બીજી તરફ સ્થાનિક માર્કેટમા પણ ઠપ્પ થયેલ બિઝનેશ ફરી શરૂ થયો છે.

મોરબીના અગ્રણી ટાઇલ્સ એક્સપોર્ટર નિલેશભાઈ જેતપરિયાના જણાવ્યા મુજબ એપ્રિલથી લઈ જુલાઈ માસ સુધીમાં એક્સપોર્ટના પુષ્કળ ઓર્ડરો મળતા મોરબીના સિરામિક ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું છે. આંકડાકીય વિગત જોઈએ એપ્રિલથી જુલાઈ દરમિયાન કુલ રૂપિયા 6468 કરોડના એક્સપોર્ટમા વિદેશના કુલ 176 દેશમા એપ્રિલ મહિનામાં રૂપિયા 1564 કરોડ, મે મહિનામાં રૂપિયા 1740 કરોડ, જૂન મહિનામાં રૂપિયા 1252 કરોડ અને સૌથી વધુ જુલાઈ મહિનામાં રૂપિયા 1911 કરોડનો વિદેશ વ્યાપાર થયો છે.

- text

વધુમાં વિદેશમાં એક્સપોર્ટમાં સૌથી વધુ સિરામિક પ્રોડક્ટ અમેરિકા, રશિયા, યુ.કે., ઇરાક, યુનાઇટેડ અરબ અમીરાત, ઇઝરાયલ, મેક્સિકો, કુવૈત, પોલેન્ડ,થાઈલેન્ડ, ઓમાન, સાઉદી અરેબિયા સહિતના દેશોમાં થયું હોવાનું જણાવી રહ્યા છે.

દરમિયાન છેલ્લા ઘણા સમયથી મોરબી સિરામિક ઉદ્યોગ દેશના સ્થાનિક બજારમાં પણ સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે છેલ્લા દીવાઓમાં હવે સ્થાનિક માર્કેટમાં પણ સિરામિક પ્રોડક્ટની જુદી જુદી શ્રેણીમાં ખરીદી નીકળતા સ્થાનિક માર્કેટમાં ધીમી ગતિએ ખરીદી શરૂ થતાં ઉદ્યોગકારોએ રાહત અનુભવી છે.

- text