હળવદના પાંડાતીરથ ગામે તાલુકા કક્ષાનો ઉજવાયો આઝાદી પર્વ

- text


મામલતદાર ચિંતન આચાર્યના હસ્તે ધ્વજ વંદન કરાયું : માજી સૈનિક અને રાજ્યમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલનુ સન્માન કરાયું

હાજર સૌએ શહીદ વીર મહિપાલસિંહ વાળાને પુષ્પાનજલી અર્પણ કરી

હળવદ : હળવદ તાલુકાના પાંડાતીરથ ગામે હળવદ તાલુકા (ગ્રામ્ય)કક્ષાનો સ્વતંત્રતા પર્વ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો હતો જેમાં મામલતદારના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું સાથે જ નિવૃત આર્મી જવાનો તેમજ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું,સાથે જ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા તેમ જ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.સાથે જ શહીદ વીર મહિપાલસિંહ વાળાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.

પાંડાતીરથ ગામે પ્રાથમિક શાળામાં યોજાયેલ તાલુકા કક્ષાના 77 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે મામલતદાર ચિંતનભાઈ આચાર્ય, તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ સિંધવ,નાયબ મામલતદાર ડી.એચ સોનગ્રા,યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી,તાલુકા પંચાયતના પ્રમુખ બકુબેન પઢીયાર,પુર્વ ચેરમેન રણછોડભાઈ પટેલ,ગ્રામ પંચાયતના સરપંચ ગુલાબસિંહ અશ્વાર સહિત ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

- text

- text