હળવદના કેદારીયા ગામે બોલેરોમાંથી વિદેશી દારૂ ઝડપાયો

- text


હળવદ પોલીસે એક આરોપીને ઝડપી લીધો એક ફરાર

હળવદ : હળવદ પોલીસે બાતમીને આધારે કેદારીયા ગામે દરોડો પાડી એક આરોપીને બોલેરો ગાડીમાં વિદેશી દારૂની હેરફેર કરતા ઝડપી લઈ બોલેરો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસે બાતમીને આધારે કેદારીયા ગામે દરોડો પાડી સફેદ કલરની બોલેરો પિકઅપમાં ગાડી નંબર GJ.36.V.0936 વાળીમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશદારૂની કુલ બોટલો નંગ-41 કિંમત રૂપિયા 17,120 કબ્જે કરી ઉદયભાઇ ધીરૂભાઇ હળવદીયા ઉ.42ને ઝડપી લીધો હતો. ઉપરાંત આરોપીએ દારૂની હેરફેરના આ ગોરખધંધામાં આરોપી ચેતનભાઇ ભરતભાઇ પોરડીયા, રહે. કેદારીયા તા.હળવદ જી.મોરબી વાળાની સંડોવણી કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો દાખલ કરી મહિન્દ્રા કંપનીના બોલેરો પીકઅપ રજી.નં. GJ.36.V.0936 કિંમત રૂપિયા 3 લાખ સહિત કુલ 3.17 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

- text

આ સફળ કામગીરી હળવદ પીઆઇ કે.એમ.છાસીયા, પોલીસ હેડ કોન્સટેબલ કિશોરભાઈ મનજીભાઈ સોલગામા, વિનોદભાઈ છગનભાઈ ચાવડા, કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, બીપીનભાઇ મંગળભાઈ પરમાર, ગંભીરસિંહ વાધજીભાઈ ચૌહાણ, તેજપાલસિંહ મહીપતસિંહ ઝાલા, કમલેશભાઇ રાજુભાઈ પરમાર સહિતના સ્ટાફે કરી હતી.

- text