મોરબીમાં હર ઘર તિરંગા અંતર્ગત અજય લોરિયા દ્વારા 21 હજાર રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાયું

- text


સેવા સેતુ ફાઉન્ડેશન અને ભાજપ દ્વારા સુપર માર્કેટ અને રવાપર રોડ ઉપર તિરંગાનું વિતરણ કરાયું

મોરબી : સ્વતંત્રતા પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અંતર્ગત મોરબીમાં દરેક ઘરે રાષ્ટ્રધ્વજ ફરકે તે માટે સેવા સેતુ ફાઉન્ડેશન અને ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા લોકોને વિનામૂલ્યે રાષ્ટ્રધ્વજ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુપર માર્કેટ અને રવાપર રોડ ઉપર લોકોને 21 હજાર રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મોરબીના રાષ્ટ્ર ભક્ત અને સેવા સેતુ ફાઉન્ડેશનના અજય લોરિયા અને ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા સુપર માર્કેટ અને રવાપર રોડ ઉપર આજે રાષ્ટ્રધ્વજના વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના દરેક નાગરિકો 15મી ઓગસ્ટ આઝાદી પર્વની ઉજવણીમાં દરેક ઘરે ઓફિસો તેમજ દુકાનો સહિત દરેક જગ્યાએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રભાવના વ્યક્ત કરી શકે તે માટે છેલ્લા બે વર્ષથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવ્યું રહ્યું છે. આ અભિયાનને સફળ બનાવીને લોકોને વિનામૂલ્યે રાષ્ટ્રધ્વજ મળી રહે તે માટે મોરબીના સુપર માર્કેટ અને રવાપર રોડ ખાતે લોકોને 21 હજાર રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોએ પણ તિરંગા લઈ જઈને ઘરે ફરકાવીને રાષ્ટ્રભાવના વ્યક્ત કરવા અદમ્ય ઉત્સાહ દાખવ્યો છે.

- text

- text