મોરબીના ટાઇલ્સના વેપારીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદ

- text


9 ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવા આદેશ

મોરબી : મોરબીની ટાઇલ્સ ફેકટરીમાંથી માલ ખરીદનાર વેપારીએ આપેલ ચેક રીટર્ન થતા નામદાર અદાલતે ચેક રિટર્ન કેસમાં વેપારીને એક વર્ષની કેદ તથા 9 ટકા લેખે વ્યાજ સહિતની રકમ ચૂકવી આપવા હુકમ કર્યો હતો.

આ કેસની વિગત જોઈએ તો મોરબી ખાતે આવેલ કેરા વિટ્રીફાઈડ એલએલપી ફેકટરીમાંથી શ્યામ બોર્ડર ટાઈલ્સના પ્રોપ્રરાઈટર જગદીશભાઈ કાનજીભાઈ બારેજીયાએ ઉધારમાં માલ ખરીદ કરી, કાયદેસરની લેણી રકમ વસુલ આપવા ચેક આપ્યો હતો જે ચેક રિટર્ન થતા કંપનીના ભાગીદાર વિવેકભાઈ ભીમજીભાઈ ગોધવીઆ એ વેપારી શ્યામ બોર્ડર ટાઈલ્સના પ્રોપ્રાયટર જગદીશભાઈ કાનજીભાઈ બારેજીયા વિરૂધ્ધ મોરબી કોર્ટમાં રૂપિયા 6,20,239 ના ચેક રીર્ટન અંગેની ફોજદારી ફરીયાદ ઘી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 અન્વયે દાખલ કરી હતી.

- text

આ કેસ નામદાર મોરબીના મહે. એડિશ્નલ ચીફ જયુડીશીઅલ મેજીસ્ટ્રેટ જે. વી. બુધ્ધા સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરીયાદી પક્ષે રજુ થયેલ પુરાવાઓ તથા ફરીયાદીના વકીલની ધારદાર દલીલો ધ્યાને લઈ, આરોપી જગદીશભાઈ કાનજીભાઈ બારેજીયા, રે. મોરબી વાળાને એક વર્ષની સાદી કેદની સજા તથા 9 ટકા વ્યાજ સહિતની રકમ ચૂકવી આપવાનો તથા ૨કમ ભરવામાં કસૂર કર્યેથી વધુ છ માસની સાદી કેદની સજા ફરમાવવાનો હુકમ કરેલ છે. ફરીયાદી કેરા વિટ્રીફાઈડ એલએલપી વતી એડવોકેટ તરીકે ચિરાગભાઈ ડી. કારીઆ તથા રવીભાઈ કે. કારીયા રોકાયેલ હતા.

- text