ટામેટાના ભાવ ત્રણ દિવસમાં અડધા ! ધૂમ આવક શરૂ 

- text


એક કિલો ટમેટા 200 રૂપિયે પહોંચ્યા બાદ ઊંધે માથે પટકાતા ૮૦ રૂપિયા કિલો વેચાવા લાગ્યા : કોથમીર અને મેથી પણ તળિયે 

મોરબી : ટમેટું રે ટમેટું નદીએ નાવા જાતું… તું…. ઘી ગોળ ખાતુતું….. અચાનક જ રાજાના કુંવર જેવા બની ગયેલ ટમેટાના ભાવ ઊંધે માથે પટકાયા છે, એક કિલો ટામેટાના ભાવ 200 રૂપિયે પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયા બાદ રાહતના સમાચાર સામે આવ્‍યા છે. બજારમાં ટમેટાની ધૂમ આવક શરૂ થતા જ ટમેટાના ભાવ અડધા જેટલા થઇ ગયા છે.

લાંબા સમય બાદ ગ્રાહકો માટે સારા સમાચાર સામે આવ્‍યા છે. ટામેટાના ભાવમાં તોતિંગ ઘટાડો થયો છે. ત્રણ દિવસમાં ટામેટાના ભાવ અડધા થયા છે. ત્રણ દિવસ પહેલા 200 રૂપિયે વેચતા ટામેટાનો ભાવ 80 રૂપિયા આસપાસ થયો છે. જથ્‍થાબંધ બજારમાં ટામેટાના ભાવ 70 થી 100 રૂપિયા પ્રતિ કિલો છે. રિટેલ બજારમાં ટામેટાના ભાવ થયા 200 થી ઘટીને થયા100 રૂપિયા સુધી ચાલી રહ્યા છે.બજારમાં ટામેટાની આવક વધતા ટામેટાના ભાવ ઘટી રહ્યા છે. દેશભરના બજારોમાં પણ ટામેટાના ભાવ ઘટી રહ્યા છે. હાલ મહારાષ્‍ટ્ર અને કર્ણાટકથી ટમેટાની ધૂમ આવક શરૂ થઇ છે.

- text

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના વડામથક ગણાતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 993 કવીન્ટલ ટમેટાની આવક થવા પામી હતી અને 1400થી 2000 રૂપિયા પ્રતિમણ લેખે ટમેટા વેચાણ થયા હતા. ટમેટા બાદ આસામને ચડી ગયેલ કોથમીર અને મેથીના ભાવમાં પણ તોતિંગ ગાબડાં પડ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

- text