12મી ઓગસ્ટ પડતર પ્રશ્નો અંગે મોરબી જિલ્લાના શિક્ષકો ધરણા કરશે

- text


મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ સરકાર સામે લડતના મંડાણ કર્યા

મોરબી : રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પ્રશ્નોના નિરાકરણ માટે મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ સરકાર સામે લડતના મંડાણ કર્યા છે અને તા.12ના રોજ મોરબી જિલ્લાના શિક્ષકો મૌન ધરણાનો કાર્યક્રમ યોજશે.

મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ મામલતદારને લેખિતમાં જણાવ્યું હતું કે, શિક્ષકોના શિક્ષણના પડતર પ્રશ્નો અંગે મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ તથા નાણા વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ અંગે મંત્રી દ્વારા પત્રકાર પરિષદમાં પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણી અગાઉ સરકાર દ્વારા તમામ પ્રશ્નોના ઉકેલ અંગેની ખાતરી આપી ટૂંક સમયમાં તમામ ઠરાવ કરવા સ્વીકારવામાં આવેલ હતું. ચૂંટણીઓ બાદ શિક્ષણમંત્રીએ તમામ પરિપત્રો કરવાની ખાતરી આપી હતી. પણ હજુ સુધી કોઈ પ્રશ્નોનું નિરાકરણ આવેલ નથી, કે કોઈ પરિપત્ર થયેલ નથી. આથી અગાઉ જાહેરાત કર્યા બાદ પણ શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આગામી તા 12ને શનિવારે બપોરે 12 થી 3 દરમિયાન મૌન ધરણાનો કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે રાખવામાં આવેલ છે.

- text

- text