મોરબી જિલ્લામાં 13થી 15મી સુધી હર ઘર તિરંગા કાર્યક્રમ ઉજવાશે

- text


મોરબી : મોરબી જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ હેઠળ તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. જેમાં દરેક સરકારી કચેરીઓ, સંસ્થાઓ અને ઘરો ઉપર ધ્વજ લગાવવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ માટે દરેક ગ્રામ પંચાયત કચેરી, સસ્તા અનાજની દુકાનો, સહકારી મંડળીઓ, પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્ર પરથી રૂા.૨૫/- માં ધ્વજ વિતરણ અને વેચાણ કરવામાં આવશે. ગ્રામ કક્ષાએ કાર્યરત સરકારી / અર્ધસરકારી કર્મચારીઓ જેમ કે તલાટી, શિક્ષક, હેલ્થવર્કર, ગ્રામસવેક, ગ્રામ પંચાયતના ચુંટાયેલા પ્રતિનિધિઓ, ગણવાડી કાર્યકર, આશાવર્કરને પણ ગામના વોર્ડવાઇઝ લોકોને “હર ઘર તિરંગા” કાર્યક્રમ બાબતે જાગૃત તેમજ ઉત્સાહિત કરવાની કામગીરી કરશે.

- text

શાળાના બાળકોના વાલીઓના ઘરે ઘરે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા તમામ સરકારી અધિકારી/ કર્મચારીઓને ગ્રામ પંચાયત દ્વારા તેમના ઘરે તિરંગો ફરકાવે તે માટે જાગૃતિ ફેલાવવામાં આવશે. ગ્રામ પંચાયત કચેરીઓ, તાલુકા પંચાયત કચેરીઓ, જિલ્લા પંચાયત કચેરીઓ સહિત જિલ્લા પંચાયત સંલગ્ન તમામ કચેરીઓ પર ધ્વજ ફરકાવવાના રહેશે. સ્વતંત્રા ચળવળ સાથે સંકળાયેલા જાણીતા સ્થળો શોધી ત્યાં પણ ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ યોજવામાં આવશે.

- text