મોરબીના નવનિર્માણ ક્લાસીસમાં ફાયર સેફ્ટી જાગૃતિ અંગેનો સેમિનાર યોજાયો

- text


મોરબી : મોરબીની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની ફાયર ટીમ દ્વારા નવનિર્માણ ક્લાસીસ ખાતે ફાયર સેફ્ટી જાગૃતિ અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં ફાયર ટીમ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આગ લાગવાના કારણો, આગના પ્રકારો, કેવા કેવા પ્રકારની આગ લાગી શકે? આગથી કેવી રીતે બચી શકાય? લાકડું, કાગળ, કાપડ, વિજળી, પેટ્રોલ, ડીઝલ, LPG, CNG વગેરેથી લાગતી આગની સામે કેમ રક્ષણ મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ અગ્નિશામક યંત્રોનો ઉપયોગ કેવી રીતે કરવો તે પધ્ધતિસર સમજાવ્યું હતું. ત્યારબાદ અગ્નિશામક યંત્રના ઉપયોગનો લાઈવ ડેમો ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો હતો.

આ તકે ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રકારની આગ લાગે ત્યારે 101 નંબર પર ફોન કરીને ફાયર સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે. કોઈ પણ શૈક્ષણિક સંકુલ, હોસ્પિટલ, સોસાયટી કે બહુમાળી ઈમારતોમાં આ પ્રકારના ફાયર સેફ્ટી જાગૃતિના હેતુસર ફ્રી લાઈવ ડેમો માટે મોરબી જિલ્લા સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા- 99790 27520 નો સંપર્ક કરવો.

- text

- text