મોરબીના મકનસરમા વિદેશી દારૂનો વેપલો કરતી મહિલા સહિત બે ઝડપાયા

- text


મોરબી એલસીબી ટીમે દરોડો પાડી 14 બોટલ દારૂ કબ્જે કર્યો

મોરબી : મોરબીના મકનસર ગામે ધર્મમંગલ સોસાયટીમાં રહેતી અમદાવાદની મહિલાએ અદેપર ગામના શખ્સ સાથે મળી પોતાના ઘરે વિદેશી દારૂનો વેપલો શરૂ કર્યો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી બન્નેને વિદેશી દારૂની 14 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, મોરબીના મકનસર ગામે ધર્મમંગલ સોસાયટીમાં રહેતી મૂળ અમદાવાદ વસ્ત્રાલની રહેવાસી સપનાબેન ઠાકુરદાસ રામચંદાણી અદેપર ગામના શંકર મનસુખભાઇ જોગડીયા સાથે મળી પોતાના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી દારૂનું વેચાણ કરી રહ્યા છે. આ બાતમીને આધારે પોલીસે સપનાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા સપના અને શંકર મેકડોવેલ્સ નંબર વન બ્રાન્ડ દારૂની 14 બોટલ કિંમત રૂપિયા 5220 સાથે ઝડપાઇ ગયા હતા. આ મામલે એલસીબી ટીમે બન્ને વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text