સુરેન્દ્રનગરના કુડા રણમાં ફસાયેલ પરિવારને બચાવવા બદલ અગરિયા આગેવાનનું સન્માન

- text


ધ્રાંગધ્રા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સન્માન પત્ર અપાયું

હળવદ : સુરેન્દ્રનગર જિલ્લાના કુડા રણમાં ફસાયેલા એક પરિવારને સમયસર મદદ પહોંચાડી બચાવી લેવા બદલ ધ્રાંગધ્રા તાલુકા વિકાસ અધિકારી દ્વારા અગરિયા આગેવાનનું સન્માન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામના રણમાં સાંતલપુર તાલુકાના હકીમ હાજીભાઇ તથા તેના પત્ની અને પુત્રી લીલારણ તરીકેનો વિસ્તાર છે ત્યાં રણમાં તેમનુ બાઇક ખુચી જતા તેઓ રણમાં ફસાઇ ગયા હતા. રણના અગરીયાના એક ગૃપમાં તેઓના ફસાઇ જવાના ઓડીયો વાઇરલ થતા તે ઓડીઓના મેસેજ અન્વયે જિલ્લા કલેકટર સાહેબ સુરેન્દ્રનગરે કુડા રણમાં ફસાયેલા પરિવારને મદદ કરવા સૂચના આપી હતી.

- text

વધુમાં કુડાના સામાજિક કાર્યકર તથા અગરિયા આગેવાન ચકુજી ઠાકોર તથા તેમની ટીમે રણમાં ફસાયેલા પરીવારને તાત્કાલિક મદદ પહોંચાડી તથા પરિવારને ઉગારી લઇ માનવતાની મહેક પ્રસરાવી હતી આવુ ઉમદા માનવિય કાર્ય કરવા બદલ ટીડીઓ ધ્રાંગધ્રા દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

- text