ચરાડવાના વતની કર્મચારીને નાયબ મામલતદાર તરીકે પ્રમોશન મળતા ગ્રામજનોએ પાઠવી શુભેચ્છા

- text


હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામના અને હાલ મોરબી પ્રાંત કચેરીમાં રેવન્યુ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ઘનશ્યામસિંહ પઢીયારને તાજેતરમાં જ નાયબ મામલતદાર તરીકે પ્રમોશન મળ્યું છે ત્યારે પરિવારજનો તેમજ ગ્રામજનો દ્વારા ઘનશ્યામસિંહ પઢીયારને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

- text

મોરબી જિલ્લામાં ફરજ બજાવતા કુલ 52 રેવન્યુ ક્લાર્ક અને રેવન્યુ તલાટીને નાયબ મામલતદાર વર્ગ-3 તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં હળવદ તાલુકાના ચરાડવા ગામના અને હાલ મોરબી ખાતે રેવન્યુ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ઘનશ્યામસિંહ વી.પઢીયારને નાયબ મામલતદાર તરીકે પ્રમોશન મળતા તેઓના પરિવારજનો તેમજ મિત્ર વર્તુળ અને ગ્રામજનો દ્વારા તેઓ ખૂબ આગળ વધે અને લોકોને વધુ ને વધુ મદદરૂપ થાય તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

- text