મોરબીમા પાણીના ટાંકામાં ફસાયેલા મોરનું સફળ રેસ્ક્યુ કરાયું

- text


મોરબી : મોરબી નગરપાલિકાના પંચાસર રોડ પર આવેલા એસટીપી પ્લાન્ટના ખુલ્લા પાણીના ટાંકામાં આજે સવારે એક મોર પડી ગયો હતો. આ વાતની જાણ મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસને કરવામાં આવી હતી. જેથી તુરંત ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીના ટાંકામાંથી મોરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા મોરને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો.

- text

- text