રાજસત્તા મળે તો બહોણા પ્રમાણમાં લોકોની સેવા કરી શકાય છે : બાબુભાઈ દેસાઈ

- text


નવનિયુક્ત રાજ્યસભાના સાંસદનું હળવદમાં સન્માન કરાયું 

હળવદ : તાજેતરમાં જ રાજ્યસભાના સાંસદ તરીકે નિયુક્ત થયેલ બાબુભાઈ દેસાઈનું હળવદ તાલુકાના સુખપર ગામે સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ રબારી સમાજના આગેવાનો સહિત ગ્રામજનો તેમજ હળવદ તેમજ મોરબી જિલ્લા ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.

તાજેતરમાં રાજ્યસભાના સાંસદ તરીકે માલધારી સમાજના આગેવાન અને હજારો દીકરીઓના સમૂહ લગ્ન કરાવનાર દાનવીર રત્ન તરીકે ઓળખાતા બાબુભાઈ દેસાઈની નિયુક્તિ કરવામાં આવી છે.ત્યારે મંગળવારે સાંજે હળવદ તાલુકાના સુખપર ગામે રબારી સમાજ સહિત ગામના આગેવાનો દ્વારા બાબુભાઈ દેસાઈને સન્માનિત કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે બાબુભાઈએ જણાવ્યું હતું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા સમાજ સેવા કરવા માટે વિશેષ મને જે જવાબદારી આપવામાં આવી છે તેમાં દેશવાસીઓને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે પણ મારું યોગદાન આપીશ.સમાજ સેવા કરવાની સાથે સાથે જ્યારે રાજ સત્તા મળે તો બહોળા પ્રમાણમાં લોકોની સેવા કરી શકાય છે. આવતા દિવસોમાં રાજ્યના છેવાડાના વ્યક્તિની પણ ચિંતા કરી તેઓના પ્રશ્નોનું નિરાકરણ આવે તે દિશામાં કામ કરીશું સાથે જ દેશવાસીઓની સેવા કરવા માટે જે તક આપી છે તે માટે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું.

- text

બાબુભાઈ દેસાઈના સન્માન કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી,પ્રદેશ ભાજપના શિસ્ત સમિતિના સભ્ય બીપીનભાઈ દવે,હળવદ તાલુકા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ રાણા,યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે,ગોકરભાઈ રબારી,બાવલભાઈ રબારી, નાગજીભાઈ રબારી,મનુભાઈ રબારી,દિનેશભાઈ રબારી,ભરતભાઈ ગણેશિયા,હેમુભાઈ રબારી, મનોજભાઈ રબારી સહિતનાઓ હાજર રહ્યા હતા.સુખપર ગામે આવેલ સાંસદ બાબુભાઇ દેસાઇએ સરણુભાઈ રબારીના ઘરે ટુંક રોકાણ કરી ભોજન લીધું હતું અને આગેવાનો તેમજ કાર્યકર્તાઓ સાથે ચર્ચાઓ કરી હતી.

- text