માથક પે સેન્ટર શાળાનો નવતર પ્રયોગ : સુંદર તૈયાર થઈને આવતા છાત્રોને દરરોજ અપાઈ છે ખિતાબ

- text


વિદ્યાર્થીઓના જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ છે

હળવદ : હળવદ તાલુકાની માથક પે.સેન્ટર શાળામા વિદ્યાર્થીઓ સ્વચ્છ અને સુંદર તૈયાર થઈને આવે તે માટે નવતર પ્રયોગ થઈ રહ્યો છે. જે વિદ્યાર્થી સ્વચ્છ અને સુંદર તૈયાર થઈને આવે છે તેને ‘આજનું ગુલાબ’નો ખિતાબ આપવામાં આવી રહ્યો છે.

શાળામાં આવતા વિદ્યાર્થીઓ ખીલેલા ગુલાબની જેમ સુંદર, સુધડ તૈયાર થઈને આવે તેને આજના ગુલાબ તરીકે પ્રોત્સાહિત કરવામાં આવે છે. શાળામાં આવતા બાળકોને આજના ગુલાબનું જેને બિરૂદ આપવામાં આવે તેની પ્રેરણા બીજા બાળકોને પણ મળે તે હેતુસર શ્રેષ્ઠ તૈયાર થઈને આવેલ બાળકને આજના ગુલાબ તરીકે સન્માનિત કરવામાં આવે છે. જેના લીધે દરરોજ બાળકો શિસ્તબધ્ધ રીતે તૈયાર થઈ શાળામાં આવે છે અને આજનું ગુલાબનો ખિતાબ મેળવવા હંમેશા તત્પર રહે છે. સાથે જ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના જન્મદિવસને ખૂબ જ અનોખા અંદાજમાં આજના દીપક અને કન્યાના જન્મદિવસને આજની જ્યોતિ તરીકે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. દરેક વિદ્યાર્થીના જન્મદિવસને યાદગાર બનાવવા વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવે છે. શાળામાં કરવામાં આવતી વિશેષ પ્રવૃત્તિને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓમાં બાળપણથી જ સ્વચ્છતાના ગુણો ખીલે તે માટે માથક પે સેન્ટર શાળાના શિક્ષકો અને આચાર્ય દ્વારા વિદ્યાર્થીને નવીન પ્રયોગો દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

- text

- text