મોરબી તાલુકા કક્ષાના યુવા ઉત્સવમાં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ છવાયા 

- text


મોરબી : મોરબી તાલુકા કક્ષાના યુવા ઉત્સવમાં મોરબીના સાર્થક વિદ્યામંદિરની 5 કૃતિઓ વિજેતા થઈ છે. મોરબીની અભિનવ સ્કૂલ ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના યુવા મહોત્સવમાં સાર્થક વિદ્યામંદિરની 6 કૃતિઓએ ભાગ લીધો હતો જેમાંથી 5 કૃતિઓએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવી વિજેતા જાહેર થઈ હતી.

તાલુકા કક્ષાના યુવા ઉત્સવમાં લોકનૃત્યમાં પ્રથમ નંબરે સાર્થક આદ્યશક્તિ ગ્રુપ (ધો. 9 અને 11 કોમર્સની બહેનો), નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબરે વારેવડીયા આલોક (ધોરણ-11 કોમર્સ), એકપાત્રિય અભિનયમાં પ્રથમ નંબરે જાદવ તન્મય (ધોરણ-11 કોમર્સ), લોકવાદ્ય સંગીત સ્પર્ધામાં બીજા નંબરે ગોહિલ હરદીપસિંહ (ધોરણ-11 કોમર્સ) અને વકતૃત્વ સ્પર્ધામાં ચાવડા અંશ (ધોરણ-11 સાયન્સ)એ ત્રીજો નંબર મેળવ્યો છે. આ સિદ્ધિ બદલ તમામ વિજેતાઓને અને માર્ગદર્શન આપનારને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text