જજના મકાનમાં ચોરીની કોશિશ કરનાર પાંચ ઝડપાયા

- text


લજાઈ નજીક મધુબન ગ્રીન્સમાં બનેલ ચોરીના પ્રયાસની ઘટનામાં ટંકારા પોલીસ અને એલસીબીને સફળતા : અન્ય બે ઘરફોડ ચોરીનો ભેદ પણ ખુલ્યો 

ટંકારા : ટંકારાના લજાઇ ગામની સીમમાં આવેલ મધુબન ગ્રીન્સ સોસાયટીમાં જજના રહેણાંક મકાનમાં ચોરીની કોશિષ કરનાર ત્રણ ઇસમો સાથે બે સગીરને ટંકારા પોલીસ અને એલસીબીએ ઝડપી લીધા બાદ આરોપીઓની પૂછપરછમાં વધુ બે ઘરફોડ ચોરીની કોશિષના ભેદ ઉકેલી નાખ્યા છે.

ટંકારાના લજાઇ ગામની સીમમાં આવેલ મધુબન ગ્રીન્સ સોસાયટીના બંધ રહેલા જજના રહેણાંક મકાનના ગઇ તા.૨૩/૭/૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે તાળા તોડી મકાનમાંથી ચોરી કરવાની કોશિષ થતા સોસાયટીના મેનેજર કાંતીલાલ અવચરભાઈ ચીકાણી (રહે- મધુબન ગ્રીન્સ સોસાયટી લજાઈ તા- ટંકારા)એ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.આથી આ ઘરફોડ ચોરીના ભેદ ઉકેલવા માટે ટંકારા પોલીસ અને એલસીબી પોલીસની વિવિધ ટીમોને કામે લાગી હતી.

- text

દરમ્યાન મોરબી એલ.સી.બી.સ્ટાફને હકિકત મળેલ કે, ટકારા તાલુકાના લજાઇ ચોકડી ખાતે પાંચ ઇસમો શંકાસ્પદ હાલત મળી આવતા સઘન યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા આ પાંચ પૈકી બે આરોપીઓ કાયદા સાથે સંઘર્ષમાં આવેલા કિશોર હોય અને બે ઇસમોએ અગાઉ સને. ૨૦૨૨ના વર્ષમાં પણ આ જ રહેણાંક મકાનને નિશાન બનાવ્યું હોવાનું ખુલ્યું હતું .આથી લજાઈની ઘરફોડ ચોરી કોશિશ અને અન્ય બે ઘરફોડ ચોરીની કોશિશ કરનાર શંકર નાનકા મોહનસીંગ અલાવા (ઉ.વ.૪૦ રહે. ભગોલી, તા. કુક્ષી જી. ધાર-મધ્યપ્રદેશ), કાલુ માંગીલાલ નરશી અલાવા (ઉ.વ.૨૦ રહે. ભગોલી, તા. કુક્ષી જી. ધાર, મધ્યપ્રદેશ), અનિલ બાયસીંગ ગુલસીંગ અલાવા (ઉ.વ. ૨૦ રહે. ભગોલી, તા. કુક્ષી જી. ધાર, મધ્યપ્રદેશ)ને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text