મોરબીનો રંગપર રોડ કે ખાડાપર રોડ ! ખાડાઓને કારણે કાયમી ટ્રાફિકજામની હાડમારી

- text


મોરબી : મોરબીના રંગપર રોડનું નામ બદલાવી ખાડાપર રાખવું પડે તેવી સ્થિતિ વચ્ચે હાલમાં આ રોડ ઉપર એટલા ખાડા પડી ગયા છે કે વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં પરસેવા છૂટી જાય છે, બીજી તરફ જેતપર રોડને ફોરલેન બનાવવાનું કામ ચાલુ હોવાથી અહીં કાયમી ટ્રાફિકજામની હાડમારી રહે છે. આજે પણ ટ્રાફિકજામ સર્જાતા અનેક વાહનો ફસાય ગયા હતા.

મોરબીના રંગપર પાસે ખોડીવાર કોમ્પલેક્ષ-૩, ફિનોલાઇટ સીરામીકની સામે, વિરાટ નગર જેતપર રોડ ઉપર ખાડા પડી ગયા હોય અને ઉપરથી ફોરલેનનું કામ ચાલુ હોવાથી હમણાંથી કાયમી ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. આ ટ્રાફિકજામની સમસ્યા કાયમી બની ગઈ હોવાથી વાહન ચાલકોને ભારે હાડમારી વેઠવી પડે છે. દરરોજ લાંબી વાહનોની લાઈનો લાગે છે અને કલાકો સુધી વાહન વ્યવહાર કાચબા ગતિએ ચાલે છે. તેથી દરરોજ હજારો વાહનોને ટ્રાફિકજામમાં ફસવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આથી તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text

- text