મોરબીમાં બ્રહ્મ સમાજના બહેનો માટે કરાઓકે ગીત સ્પર્ધા યોજાશે

- text


મોરબી : મોરબીમાં બ્રહ્મ સમાજની બહેનો માટે કરાઓકે ઓનલાઈન ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બ્રહ્મ સમાજની બહેનોને ભાગ લેવા જણાવાયું છે.

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના મોરબી જિલ્લાના પ્રમુખ ભરતભાઈ ઓઝા તેમજ મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ, નીરજભાઈ ભટ્ટના માર્ગદર્શનમાં જૂનાગઢ શહેર મહિલા પાંખ અને સંહિતા મહિલા મંડળ દ્વારા કરાઓકે ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી શહેરમાં વસતા સમસ્ત બ્રહ્મસમાજની કોઈ પણ બહેનો ભાગ લઈ શકશે. ભાગ લેનારે પોતાનો વીડિયો બનાવીને ચેતનાબેન પંડ્યાને (મો.નં. 8733822221) તારીખ 4 ઓગસ્ટ ને શુક્રવારે સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધીમાં મોકલી આપવાનો રહેશે. ભાગ લેનારે એક જ હિન્દી ગીતનો 2 થી 3 મિનિટનો વીડિયો આડો મોબાઈલ રાખીને બનાવીને મોકલવા જણાવાયું છે. સ્પર્ધકે વીડિયોમાં પહેલા પોતાનું નામ, ગામ, ઉંમર બોલીને ગીતની શરૂઆત કરવાની રહેશે. આ સ્પર્ધાનું સંચાલન સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ જિલ્લાના ટ્રસ્ટી હસુભાઈ જોશી, જિલ્લા પ્રમુખ કે. ડી. પંડ્યા, શહેર પ્રમુખ પ્રફુલભાઈ જોશી, શહેર પ્રમુખ આરતીબેન જોશી, પ્રોજેક્ટ ચેરમેન દક્ષાબેન જોશી અને વિધાત્રીબેન ત્રિવેદી કરી રહ્યા હોવાનું પ્રવક્તા શૈલેષભાઈ પંડ્યાની યાદીમાં જણાવાયું છે.

- text

- text