વિકાસની ગાડી વેગવાન : મોરબી જિલ્લાના પંચાયતની સામાન્ય સભામાં 222 કામોને મંજુરી

- text


જિલ્લા પંચાયતના નવા સભાખંડનું ઉદઘાટન કરીને તેમાં જ સામાન્ય સભા યોજાઈ, 15માં નાણાંપંચના કામો ઝડપથી પુરા થાય તેવા પ્રયાસો કરાશે : ડીડીઓ

મોરબી : મોરબી જિલ્લામાં પંચાયતની આજે ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં બે વર્ષથી અટકેલા જિલ્લા પંચાયતના નવા સભાખંડનું ઉદઘાટન કરીને તેમાં જ આ સામાન્ય સભા યોજાઈ હતી. આ સામાન્ય સભામાં 222 કામોને મંજુરી મંજુરી આપવામાં આવી હતી અને 15માં નાણાંપંચના કામો ઝડપથી પુરા થાય તેવા પ્રયાસો કરાશે તેવું ડીડીઓએ જણાવ્યું હતું.

મોરબી જિલ્લા પંચાયતની આજે યોજાયેલી ખાસ સામાન્ય સભામાં જુદા જુદા એન્જડામાં રેતી રોયલ્ટી, 15માં નાણાંપંચના કામો સહિતના તમામ એન્જડાને બહાલી આપવામાં આવી હતી. ડીડીઓ ડી.ડી. જાડેજા દ્વારા તેમના આવ્યા બાદ કામોમાં પ્રગતિ આવી હોવાની જાણકારી આપવામાં આવી હતી. તેમજ ડીડીઓએ કહ્યું હતું કે, 15માં નાણાંપંચના કામો સહિતના કામો પેન્ડિગ હોય તેવા તમામ કામો ઝડપથી પુરા કરવાના પ્રયાસો હાથ ધરાશે. હાલ છેલ્લા ત્રણ મહિનામાં 7 કરોડ રૂપિયાના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં પણ વધુ વિકાસના કામો કરાશે અને જિલ્લામાં જે નડતરરૂપ દબાણો હોય તેને દૂર કરવામાં આવશે.

આ સામાન્ય સભામાં રૂ.5.50 કરોડના ખર્ચે 190 જેટલા સૈદ્ધાંતિક કામો, રૂ.66.91 લાખના ખર્ચે 16 હેતુફેરના કામો તેમજ રૂ.63. 50 લાખના ખર્ચે 16 વહીવટી કામોને મંજૂર કરવામાં આવ્યા હતા. નવા જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાયેલી સામાન્ય સભામાં પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ડીડીઓ ડી. ડી. જાડેજા, ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, ડે, ડીડીઓ ઇલાબેન ગોહિલ, ઇસીતાબેન મેર સહિતના અધિકારીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text