વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, એક ભાગ્યો 

- text


હળવદના રાતાભેર ગામે પોલીસે કરેલી કાર્યવાહી, દારૂ સપ્લાયરનું નામ ખુલ્યું 

હળવદ : હળવદ તાલુકાના રાતાભેર ગામે પોલીસે દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ભરેલી સ્વીફ્ટ કારને આંતરી લેતા કાર ચાલક કાર રેઢી મૂકીને નાસી ગયો હતો, જો કે અન્ય એક શખ્સ પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો અને સાથે જ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર શખ્સનું નામ પણ પોલીસે ખોલાવી 3,21 હજારથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસે બાતમીને આધારે રાતાભેર ગામના પાદરમાં વોચ ગોઠવી સ્વીફ્ટ ગાડી રજી.નં. GJ.36.R.6291ને અટકાવી તલાસી લેતા કારનો ચાલક પિંન્ટુભાઈ અશોકભાઇ બોરાણીયા રહે,માથક વાળો નાસી ગયો હતો. બાદમાં પોલીસે કારમાં બેઠેલા અરવિંદભાઈ જીવણભાઈ આકરીયા, રહે.ડુંગરપુર તા.હળવદ વાળાને ઝડપી લઈ કારની તલાસી લેતા કારમાંથી “મેક ડોવેલ્સ નં-1 ડીલક્સ વીસ્કી ફોર સેલ ઈન પંજાબ ઓનલી” લખેલ 750 એમ.એલ.ની કંપની શીલપેક બોટલો નંગ-34 કિં.રૂ.12,750 તથા “ઓલ સિઝન્સ ગોલ્ડન કલેક્શન રીઝર્વ વીસ્કી ફોર સેલ ઇન પંજાબ ઓનલી” લખેલ 750 એમ.એલ.ની કંપની સીલપેક બોટલો નંગ-24 કિં.રૂ.9000 મળી કુલ બોટલો નંગ-58 કિ.રૂ.21,750 તેમજ રૂપિયા 3 લાખની કાર સહીત કુલ રૂપિયા 3,21,750નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

- text

વધુમાં હળવદ પોલીસે પકડી પાડેલ આરોપી અરવિંદ આકરીયાની પૂછપરછ કરતા વિદેશીદારૂનો આ જથ્થો આરોપી પિંન્ટુભાઈ અશોકભાઇ બોરાણીયા રહે. માથક વાળા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે ત્રણેય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text