ડમ્પરે ચાલકની બેદરકારીથી બે વીજપોલ ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી 

- text


ટંકારાના અયોધ્યાપુરી સોસાયટીના ઇન્સ્ટ્રીયલ વિસ્તારમાં બનેલી ઘટનામાં એક ઉદ્યોગકારનો માંડ માંડ બચાવ, વીજ પુરવઠો ખોરવાયો

ટંકારા : ટંકારા ટંકારાના અયોધ્યાપુરી સોસાયટીના ઇન્સ્ટ્રીયલ વિસ્તારમાં આજે ડમ્પર ચાલકની બેદરકારીના કારણે એક ઉદ્યોગકાર ઉપર આફત ઉતરતા સહેજમાં બચી હતી. જેમાં ડમ્પર ચાલક આગળ પાછળ જોયા વગર લિવરે લીવર ડમ્પર મારી મુકતા ઉપરથી વીજ વાયરો ખેંચાતા બે વિજપોલ જમીનદોસ્ત થઈ ગયા હતા અને એ વિજપોલ પાસે જ રહેલા ઉદ્યોગકારનો માંડ માંડ જીવ બચ્યો હતો.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર ગણાતા અયોધ્યાપુરી સોસાયટીમાં સિમેન્ટનું કારખાનું ધરાવતા યોગીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર ગણાતા અયોધ્યાપુરી સોસાયટીમાં આજે સવારે એક ડમ્પર ચાલક તેનું ડમ્પર બહાર કાઢી રહ્યો હતો. પણ આ ગીચ વિસ્તારમાં કારખાનાઓ અને વિજપોલ તેમજ ઉદ્યોગકારની અવરજવર હોય છે. આ સંજોગોમાં આજે સવારના સમયે તેઓ કારખાના નજીક વિજપોલ પાસે કીડીયારું પુરી રહ્યા હતા. તેવા સમયે ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર બહાર કાઢતી વખતે આગળ પાછળ કોણ છે તે જોયા વગર લિવરે લીવર સાથે ડમ્પર પુરપાટે ચલાવ્યું હતું. આથી ડમ્પર પુરપાટે ચાલતા ઉપર રહેલા વીજ વાયરો ડમ્પર સાથે ખેંચાયા હતા.

- text

વીજ વાયર ડમ્પરની પુરપાટ ગતિએ જોરદાર રીતે ખેંચાતા આગળ પાછળના બન્ને વિજપોલ ધારાશયો થઈ ગયા હતા. આ ઘટના વખતે જે વિજપોલ પડ્યો ત્યાંજ ઉદ્યોગકાર ઉભા હતા પણ સદનસીબે તેઓનો જીવ બચી ગયો હતો. પણ આ ડમ્પર ચાલકની બેદરકારીને કારણે અન્ય બીજા કારખાનાઓમાં પણ નુકશાની થતા સહેજમાં રહી ગઈ હતી. ડમ્પર ચાલકની બેદરકારીને કારણે વિજપોલ પડી જતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આથી વીજળી ગુલ થતા કલાકો સુધી આ વિસ્તારના નાના મોટા ઉદ્યોગકાર હેરાન થવું પડ્યું હતું.

- text