આનંદો : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ 70 ટકા ભરાયો

- text


ડેમ 70 ટકા ભરાય જતા અને ઉપરથી સતત આવક હોવાથી ડેમ હેઠવાસના મોરબી અને માળીયાના 29 ગામોને એલર્ટ કરાયા

મોરબી : મોરબીવાસીઓ માટે ખુશખબર આવ્યા છે કે, મોરબીની જીવાદોરી ગણાતા મચ્છુ-2 ડેમ હાલ 70 ટકા ભરાય ગયો છે અને બહુ જ ટૂંકાગાળા ઓવરફ્લો થવાની શકયતા છે. ડેમ 70 ટકા ભરાય જતા અને ઉપરથી સતત આવક હોવાથી ડેમ હેઠવાસના મોરબી અને માળીયાના 29 ગામોને એલર્ટ કરાયા છે.

વાંકાનેરનો મચ્છુ 1 ડેમ છલોછલ ભરાય ગયો હોવાથી તેનું અને ઉપરવાસના વરસાદનું બધું જ પાણી હવે મોરબીની જીવાદોરી ગણાતા અને જોધપર પાસે આવેલ મચ્છુ -2માં ઠલવાઇ રહ્યું છે. આથી આ મચ્છુ-2 ડેમ હાલ 70 ટકા ભરાય ગયો છે. 33 ફૂટની સપાટી ધરાવતા આ મહાકાય ડેમની હાલ જળસપાટી 27.92 ફૂટે પહોંચી ગઈ છે. 3104.40 એમસીએફટી પાણીની કુલ સંગ્રહ ક્ષમતા ધરાવતા મચ્છુ-2 ડેમમાં હાલ 2171.66 એમસીએફટી પાણી ભરાય ગયું છે અને હાલ ડેમમાં 758 ક્યુસેક પાણીની આવક છે. આ ડેમ આગામી સમયમાં ભરાય જવાની શક્યતા હોવાથી અત્યારથી ડેમ હેઠવાસના મોરબીના જોધપર, લીલાપર, ભડિયાદ, ટિબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડિયા, માનસર, નવા અને જૂના સાદુંળકા, રવાપર નદી, ગુગંણ, નારણકા, નારણકા, બહાદુરગઢ, નવા અને જૂના નાગડાવાસ, સોખડા, અમરનગર તેમજ માળીયાના વીર વિદરકા, દેરાળા, નવાગામ, મેધપર, હરિપર, મહેન્દ્રગઢ, ફતેગઢ, સોનગઢ અને માળીયા ગામને એલર્ટ કરી આ તમામ ગામોના લોકોને નદીના પટ્ટમાં અવરજવર નહિ કરવા સૂચના આપવામાં આવી છે.

- text

- text