31 જુલાઈએ મોરબીમાં ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા કિચન ગાર્ડન અંગે સેમિનાર યોજાશે

- text


મોરબી : આગામી તારીખ 31 જુલાઈ ને સોમવારના રોજ મોરબીમાં ઈન્ડિયન લાયોનેસ ક્લબ- મોરબી દ્વારા કિચન ગાર્ડન અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ત્યારે આ ઋતુમાં કિચન ગાર્ડન બનાવવામાં આવતા હોય છે. ત્યારે કેવી રીતે કિચન ગાર્ડન બનાવવું તે અંગે એક સેમિનારનું આયોજન 31 જુલાઈ ને સોમવારે બપોરે 3-45 કલાકે મોરબીના રવાપર રોડ પર આવેલી નિલકંઠ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં દવા વગર ઘરે કેવી રીતે ઓર્ગેનિક શાકભાજી ઉગાડવા, ક્યારે વાવવા ? કેવી રીતે વાવવા ? રોપા કેવી રીતે તૈયાર કરવા ? ખાતર, પાણી, ઓર્ગેનિક દવા, બોન્સાઈ, ઈન્ડોર પ્લાન્ટ, ઓક્સિજન પ્લાન્ટ વગેરે અંગેની જાણકારી આપવામાં આવશે. કિચન ગાર્ડન બનાવવાની સરળ અને પદ્ધતિસરની તાલીમ આ સેમિનારમાં નિષ્ણાત મંજુબેન ગજેરા દ્વારા આપવામાં આવશે. આ સેમિનારમાં હાજરી આપનારે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટે મયૂરીબેન કોટેચા- 9275951954, પ્રીતિબેન દેસાઈ- 8320094479, શોભનાબા ઝાલા- 9979329837, જ્યોતિબેન વિઠ્ઠલાપરા- 9624922933, રંજનાબેન સારડા-9726599930નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text