મોરબીની આર્ટસ કોલેજમાં યુવા મતદાર નોંધણી કેમ્પ યોજાયો

- text


૧૩૦ નવા યુવા મતદારોએ મતદારયાદીમાં નામ ઉમેરવા માટે ફોર્મ ભરાયા

મોરબી : મોરબીમાં આજે યુવા મતદારોની મહતમ નોંધણી થાય તે માટે મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર,મોરબી ગ્રામ્ય એન.એચ.મહેતા દ્વારા યુ.એન.મહેતા આર્ટસ કોલેજ મોરબી ખાતે Sweep કાર્યક્રમ અંતર્ગત ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.

આ કેમ્પમાં જીલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી.પંડ્યા તથા ૬૫-મૉરબી વિધાનસભાના મતદાર નોંધણી અધિકારી ડી.એ.ઝાલા ઉપસ્થીત રહ્યા હતા. આ કેમ્પમાં યુ.એન.મહેતા આર્ટસ કોલેજ, એમ.એમ.સાયન્સ કોલેજ તથા જી.જે.શેઠ કોર્મસના વિધાર્થીઓએ ભાગ લીધો હતો. મામલતદાર,મોરબી ગ્રામ્ય એન.એચ.મહેતા દ્વારા વિધાર્થીઓને ચુંટણી પંચના ડિજીટલ પ્લેટફોર્મ વોટર હેલ્પલાઇન એપ(VHA) તથા NVSP.IN વેબસાઇટ વિશે માહિતગાર કરેલ તથા વિધાર્થીઓને લોકશાહીમાં સક્રિય રીતે ભાગ લેવા જણાવેલ. વિધાર્થીઓએ પણ તેમને સારો એવો પ્રતિભાવ આપી મતદારયાદીમાં નામ નોંધવા તથા ભવિષ્યમાં આવનાર દરેક ચુંટણીમાં મતદાન અવશ્ય કરવા સંકલ્પ લીધેલ.આ કેમ્પમાં કુલ ૧૩૦ નવા યુવા મતદારોનું મતદારયાદીમાં નામ ઉમેરવા માટે ફોર્મ નં ૬ ભરવામાં આવેલ છે.

- text

- text