સિરામિક ફેકટરીમાં ઘુસેલી ગાયને કાઢવા જતા વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડનું મૃત્યુ

- text


બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન નજીક એસ્ટ્રિકા સિરામિક ફેક્ટરીનો બનાવ

મોરબી : મોરબીના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન નજીક આવેલ એસ્ટ્રિકા સિરામિક ફેક્ટરીમા ગાય અંદર ઘુસી જતા ગાયને બહાર કાઢતા સમયે વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડનો પગ લપસતા ખાડામા પડી જતા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન મંદિર નજીક આવેલ એસ્ટ્રિકા સિરામિક ફેક્ટરીમા મૂળ મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના અરુશી ગામના વતની સિક્યુરિટી ગાર્ડ તુલસીરામ ભદોલે કોરી ઉ.65 નામના વૃદ્ધ પોતાની ફરજ ઉપર હતા ત્યારે ફેકટરીના ગેઇટની અંદર ગાય ઘુસી જતા ગાયને બહાર કાઢવા જતા અકસ્માતે તેમનો પગ લપસી જતા ખાડામા પડી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text