વરસાદને લીધે રાજકોટ રેલવે ડિવિઝનમાંથી ટ્રેન વ્યવહાર અસરગ્રસ્ત : કેટલીક ટ્રેનો રદ

- text


મોરબી : રાજકોટ રેલવે ડિવિઝનમાં ભારે વરસાદને કારણે ઓખા-ભાટિયા સેક્શનમાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. ઓખા, દ્વારકા, ભાટિયામાં ભારે વરસાદ પડતા ભાટિયા-ઓખામઢી અને ઓખામડી-ગોરીંઝાનો રેલવે ટ્રેક ધોવાઈ ગયો હતો, જેના કારણે રેલ વ્યવહારને અસર થઈ હતી. ટ્રેક ધોવાઈ ગયાની જાણ થતાં જ હાપા મોનસૂન રિઝર્વ સ્ટોક સ્પેશિયલ ટ્રેન ધોવાઈ ગયેલા વિસ્તારોમાં ટ્રેક રિપેર કરવા માટે રવાના કરવામાં આવી હતી. આ સ્પેશિયલ ટ્રેનમાં કુલ 20 વેગન છે જેમાં ટ્રેક રિપેર કરવાની સામગ્રી જેવી કે બોલ્ડર સ્ટોન, બેલાસ્ટ, સ્ટોન ડસ્ટ વગેરે મોકલવામાં આવી છે જેથી ટ્રેક રિપેરિંગનું કામ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરી શકાય.

રેલવે દ્વારા ડિવિઝનના તમામ સ્ટેશનો પર મુસાફરોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. ડિવિઝનલ રેલવે એડમિનિસ્ટ્રેશન દ્વારા પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. ડિવિઝન ના રાજકોટ ખાતે આવેલ કંટ્રોલ રૂમ એલર્ટ પર છે. રેલવે ટ્રેક પર નજર રાખવામાં આવી રહી છે અને રિપેરિંગનું કામ યુદ્ધના ધોરણે સતત ચાલી રહ્યું છે. રેલવે પ્રશાસન દ્વારા ટ્રેનોને સમયસર દોડાવવાના તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

- text

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ વરસાદને કારણે અનેક ટ્રેન રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ટ્રેનોમાં ટ્રેન નંબર 19571 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ 21.07.2023 ના રોજ રદ રહેશે.ટ્રેન નંબર 09511 પાલિતાણા-ભાવનગર 21.07.2023 ના રોજ શરૂ થતી સ્પેશિયલ રદ રહેશે. એ જ રીતે ટ્રેન નંબર 09512 ભાવનગર-પાલિતાણા 21.07.2023 ના રોજ શરૂ થતી સ્પેશિયલ રદ રહેશે. ટ્રેન નંબર 19209 ભાવનગર – ઓખા એક્સપ્રેસ 21.07.2023 ના રોજ રદ રહેશે. ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ 21.07.2023 ના રોજ રદ રહેશે. ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 21.07.2023 ના રોજ રદ રહેશે.

રીશેડ્યુલ કરેલ ટ્રેનોમા ટ્રેન નંબર 19568 ઓખા-તુતીકોરીન વિવેક એક્સપ્રેસ 21.07.2023 ના રોજ ઓખાથી તેના રેગ્યુલર સમય 00.55 કલાકને બદલે 1 કલાક અને 5 મિનિટ મોડી એટલે કે 21.07.2023 ના રોજ 02.00 કલાકે ઉપડશે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

- text