મોરબીના રવાપર આસપાસના અનેક વિસ્તારોમાં કાલે શનિવારે વીજકાપ

- text


મોરબી : મોરબીના રવાપર વિસ્તારમાં કાલે શનિવારે સમારકામ કરવાનું હોય જેથી અનેક વિસ્તારોમાં વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે.

જેમાં એસ.પી. રોડ જેજીવાય ફીડર હેઠળનાં એસપી રોડ, ઇડન હિલ્સ, ગાયત્રી સ્ટોન, ગોકુલધામ સોસાયટી, બોરીયાપાટી સહિતના વિસ્તારોમાં સવારે 7થી બપોરે 1 તેમજ બહુમાળી અર્બન ફીડર હેઠળના ન્યુ એરા સ્કૂલ, રવાપર રેસિડન્સી, શક્તિ ટાઉનશીપ, લોટસ એપાર્ટમેન્ટ, ફ્લોરા 158, વેલકમ પ્રાઇડ, મહાબલી હનુમાન, ગોલ્ડન માર્કેટ, બોની પાર્ક, રાજા મીનરલની પાછળ, રવાપર ગ્રામ પંચાયત સહિતના વિસ્તારોમાં સવારે 8થી બપોરે 2 વીજ પુરવઠો બંધ રહેશે.

- text

- text