રાજ્યસભામાં વાંકાનેર મહારાજા કેસરીદેવસિંહ ઝાલા બિનહરીફ, 20મીએ લેશે શપથ

- text


મોરબી: ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણેય ઉમેદવાર કેસરીદેવસિંહ ઝાલા, એસ.જયશંકર અને બાબુભાઈ દેસાઈ બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે. 20 જુલાઈથી શરૂ થનારા સત્રમાં આ ત્રણેય સાંસદની શપથવિધિ થશે.

ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટેની ચૂંટણી 24 જુલાઈએ યોજાવાની હતી. પરંતુ હવે ત્રણેય ઉમેદવારો બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે. ગુજરાત રાજ્યમાંથી ખાલી પડેલી રાજ્યસભાની ત્રણ બેઠકો ભરવા માટે યોજાયેલ દ્વીવાર્ષિક ચૂંટણી-૨૦૨૩ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના ત્રણેય ઉમેદવારોને આજે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કેસરીદેવસિંહ દિગ્વિજયસિંહ ઝાલા, બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ અને સુબ્રમણ્યમ જયશંકર ક્રિષ્નાસ્વામીને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હોવાનું ગુજરાત વિધાનસભા સચિવાલયના મદદનીશ નિર્વાચન અધિકારી અને નાયબ સચિવની યાદીમાં જણાવાયું છે.

- text

- text