કરોડોની કરચોરી મામલે સિરામિક કંપનીના બે ભાગીદાર અને એકાઉન્ટન્ટની ધરપકડ

- text


વર્ષ 2021થી અત્યાર સુધીમાં 14.66 કરોડની કરચોરી મામલે સીજીએસટી વિભાગની આકરી કાર્યવાહી 

મોરબી : મોરબીમાં આવેલી સિરામિક ફેકટરીમાં અંડર બીલિંગ અને બિલ વગર માલ વેચાણ કરવા સબબ ત્રણ દિવસથી ચાલતી તપાસને અંતે સીજીએસટી દ્વારા ફેકટરીના બે ભાગીદાર અને એક એકાઉન્ટન્ટની ધરપકડ કરી આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા સિરામિક ઉદ્યોગમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ લેક્સેસ ગ્રેનિટો સિરામિક ફેકટરીમાં સીજીએસટી વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ચાલતી તપાસ બાદ સિરામિક કંપની દ્વારા કરોડોની કર ચોરી કરવાના ગુન્હામા આજે ફેકટરીના ભાગીદાર હિતેશ બાબુભાઇ દેત્રોજા, અનિલભાઈ બાબુભાઇ દેત્રોજા અને કંપનીના એકાઉન્ટન્ટ રાજેશભાઇ રણછોડભાઈ દેત્રોજાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

સિરામિક કંપની દ્વારા 14.66 કરોડની કરચોરી કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. કાયદાની જોગવાઈ મુજબ 5 કરોડથી વધુની કરચોરી કરવામાં આવે તો ધરપકડની જોગવાઈ હોય ત્રણેયની ધરપકડ કરી કંપનીની ઓફીસના લેપટોપ, પેન ડ્રાઇવ, હાર્ડ ડ્રાઇવ વગેરે હિસાબી સાહિત્ય કબ્જે કરી ત્રણેય આરોપીઓને આજે મોરબી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

હાલમાં સીજીએસટી વતી એડવોકેટ અશોકસિંહ વાઘેલા, વાય.પી.જાડેજા, રાજેશભાઈ જલુ અને કાનજીભાઈ ગરચર સહિતના રોકાયેલ છે અને આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

- text

- text