16 જુલાઈના રોજ મોરબીમાં મિલેટ પ્રદર્શન અને વેચાણ

- text


મોરબી : આગામી 16 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ મિશનના ભાગરૂપે મોરબીમાં મિલેટ્સ વર્ષ 2023 અંતર્ગત પ્રદર્શન કમ વેંચાણનું આયોજન કરવામાં આવ્યું છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, મોરબી અને હરડે પ્રચાર કેન્દ્ર- મોરબી દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ પ્રદર્શન કમ વેંચાણ કેન્દ્ર પરથી ભારત સરકાર દ્વારા ઘોષિત મિલેટસ વર્ષ 2023 અંતર્ગત વિવિધ હળવા અને હલકા ધાન્યો જેવા કે કોદરો,કાંગ,સામો,બાજરી,જવ,જુવા, રાગી વગેરે વિશેની માહિતી, તેની ઉપલબ્ધી અને શરીરના પૌષ્ટીક-સમતોલ પોષણ માટે એની જરુરિયાત વિશે જાણકારી આપવામાં આવશે. મિલેટ કેટેગરીનાં ધાન્યો પૈકી ઉપલબ્ધ ધાન્યોનું વેચાણ 16 જુલાઈ ને રવિવારે મોરબીના શનાળા રોડ પર માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ આર.ડી.સી. બેંકનાં દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડની સામે સવારના 9 થી બપોરનાં 1 વાગ્યાં સુધી કરવામાં આવશે.

- text

- text